એક આંતરિક સંવાદ
ખતાના શોકની અંતિમ મજલ અકસર હસાવે છે, રડ્યો ના હું, બસ એક હાસ્ય જન્મી ગયું નદામત માં! કરે છે વાર છાતી પર છતાંયે સ્મિત રાખે છે, ગજબની સાદગી મેં જોઈ છે લોકોની નિયત માં! ખુદા સમજીને જેની ઉંમર આખી બંદગી કીધી, ફકત પથ્થર જ નીકળ્યો એ મારી આખી ઈબાદત માં! નથી રાખી તમન્ના મેં કદી કોઈ સહારા ની, હું મારો હાથ પકડીને જ ચાલ્યો છું મુસીબત માં! કબર પર મારી એણે રડીને એટલું જ કીધું 'જિગર', બહુ સસ્તો માણસ હતો, પણ મોંઘો પડી ગયો મૈયત માં! ~ jigarshayar ✍️ નમસ્કાર મિત્રો. jigarshayar.in ના આ મંચ પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. જીવન એક એવી અકળ અને વળાંકોથી ભરેલી સફર છે, જ્યાં ક્યારેક સંબંધોના રસ્તાઓ પર માણસ પોતાની જાતને જ ખોઈ બેસે છે, તો ક્યારેક પોતાની જ ભીતર એક આખો અફાટ દરિયો શોધી લે છે. શબ્દો મારા માટે માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નથી, પરંતુ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમાન છે. એક શાયર જ્યારે કલમ ઉપાડે છે, ત્યારે તે માત્ર કાગળ પર શાહી નથી ઢોળતો, પરંતુ પોતાના લોહીથી પોતાના અનુભવોને આકાર આપે છે. આજે જે ગઝલ હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું, તે કોઈ એક દિવસની નીપજ નથી, પરંતુ વર્ષો સુધી માણસોને, તેમની નિયતને અને...